Posts

LPG e-KYCની નવી તારીખ જાહેર, હવે 23 ઓગસ્ટ સુધી કરાવી શકાશે KYC

lpg kyc online last date LPG e-KYC Last Date: LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG e-KYC કરાવવાની છેલ્લી તારીખ આગળ વધારવામાં આવી છે. અગાઉ 16 ઓગસ્ટ 2026 સુધી KYC કરાવવાની સમયમર્યાદા હતી, જે હવે વધારીને 23 ઓગસ્ટ 2026 કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

LPG e-KYCમાં શા માટે મુશ્કેલી આવી રહી હતી?

LPG e-KYCની પ્રક્રિયા ડિજિટલ હોવાથી કેટલાક ગ્રાહકોને સર્વર ધીમું હોવા અને એપ યોગ્ય રીતે કામ ન કરતી હોવાની સમસ્યા આવી રહી હતી.


છેલ્લી તારીખ નજીક આવતાં મોટી સંખ્યામાં લોકો એકસાથે  કરાવવા લાગ્યા હોવાથી LPG એજન્સીઓ પર પણ ભીડ વધી હતી.

LPG e-KYC શા માટે જરૂરી છે?

LPG કંપનીઓ ગ્રાહકોની માહિતી અપડેટ કરવા અને ગેસ કનેક્શન સાથે જોડાયેલી વિગતોને યોગ્ય રાખવા માટે e-KYC પ્રક્રિયા કરાવી રહી છે.

LPG e-KYCમાં શા માટે મુશ્કેલી આવી રહી હતી?

LPG સપ્લાય વધારવા માટે સરકારનો મોટો નિર્ણય

દેશમાં LPGની સ્થાનિક સપ્લાય મજબૂત કરવા માટે સરકારે રિફાઈનરી અને અન્ય કંપનીઓ માટે LPG ઉત્પાદન સંબંધિત લક્ષ્યાંક પણ નક્કી કર્યો છે.


13 ઓગસ્ટ 2026ના સરકારી આદેશ હેઠળ 21 રિફાઈનરી અને અપસ્ટ્રીમ કંપનીઓ માટે કુલ 63,810 ટન પ્રતિદિન LPG ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પગલાનો હેતુ ઘરેલુ LPG સપ્લાયને મજબૂત કરવાનો અને આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

LPG e-KYC માટે ગ્રાહકોએ શું કરવું?

છેલ્લી તારીખ અંગે તમારી LPG કંપનીની સત્તાવાર માહિતી પણ ચેક કરો.

  • તમારી LPG e-KYC થઈ છે કે નહીં તે ચેક કરો.
  • મોબાઈલ નંબર LPG કનેક્શન સાથે અપડેટ છે કે નહીં તે તપાસો.
  • e-KYC બાકી હોય તો શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો.

Post a Comment