ખેતર ફરતે તાર ફેન્સીંગ યોજના 2026: સહાયમાં મોટો વધારો
ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના પાકને રખડતા પશુઓ અને વન્ય પ્રાણીઓથી થતા નુકસાનથી બચાવવા માટે ચાલતી 'કાંટાળી તારની વાડ યોજના' (Tar Fencing Yojana) માં ખૂબ જ મોટા અને ખેડૂતલક્ષી સુધારા કરવામાં આવ્યા છે.
2026 ના નવા નિયમો અને મુખ્ય ફેરફારો
- સહાયની રકમમાં વધારો: અગાઉ ખેડૂતોને ખેતર ફરતે વાડ કરવા માટે પ્રતિ રનિંગ મીટર ₹200 અથવા ખર્ચના 50% સહાય મળતી હતી. બજારમાં માલસામાન અને મજૂરીના વધેલા ભાવને ધ્યાનમાં રાખીને હવે આ સહાય વધારીને ₹300 પ્રતિ રનિંગ મીટર અથવા ખર્ચના 50% (જે બેમાંથી ઓછું હોય) કરવામાં આવી છે.
- જમીનની મર્યાદામાં મોટો ઘટાડો (ક્લસ્ટર નિયમ): નાના ખેડૂતોને સૌથી મોટી રાહત આપતા, જમીનના ક્લસ્ટરની મર્યાદા જે પહેલા 2 હેક્ટર હતી, તે ઘટાડીને હવે માત્ર 1 હેક્ટર કરી દેવામાં આવી છે. એટલે કે હવે 1 હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતો અથવા ખેડૂતોનું નાનું જૂથ પણ આસાનીથી આ યોજનાનો લાભ લઈ શકશે.
બજેટ અને લક્ષ્યાંક
- બજેટ ફાળવણી: રાજ્ય સરકારે આ યોજના અંતર્ગત સહાય ચૂકવવા માટે ₹240 કરોડ ની માતબર રકમ મંજૂર કરી છે.
- અરજી મંજૂરી: ચોમાસાની સિઝન શરૂ થાય અને ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બને તે પહેલા જ અંદાજે 1 લાખ જેટલી અરજીઓને મંજૂરી આપી દેવાનો સરકારનો લક્ષ્યાંક છે.
અરજી ક્યાં અને કેવી રીતે કરવી?
- ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે રાજ્ય સરકારના સત્તાવાર i-Khedut પોર્ટલ (ikhedut.gujarat.gov.in) પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- સામાન્ય રીતે આ યોજના માટેનું પોર્ટલ વર્ષમાં એક જ વાર ખુલતું હોય છે, પરંતુ આ વર્ષે મહત્તમ ખેડૂતોને લાભ આપવા માટે જરૂર પડ્યે પોર્ટલ બીજી વાર પણ ખુલ્લું મુકવામાં આવશે.
ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
અરજી કરતી વખતે નીચે મુજબના દસ્તાવેજો હાથવગા રાખવા જરૂરી છે:
- અરજદાર ખેડૂતનું આધાર કાર્ડ
- જમીનના 7/12 અને 8-અ ના ઉતારા
- બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ્દ કરેલ (Cancel) ચેક
- અરજદારે અગાઉ તાર કે સોલાર ફેન્સિંગ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું કબૂલાતનામું
ખેતર તાર ફેન્સિંગ યોજનામાં સહાયમાં વધારો
આ વિડિયોમાં તાર ફેન્સિંગ યોજનાના નવા નિયમો અને સહાયના વધારા વિશે વધુ વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.